પ્રયાગરાજઃ ઉત્તરપ્રદેશ પોલીસે મોટી કાર્યવાહી કરતાં યુપીમાંથી 16 તબલીગી જમાતીઓને પકડી લીધા છે. આ સાથે પોલીસે તેમને ઘરમાં સંતાડી રાખનારા અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના પ્રૉફેસરનની પણ ધરપકડ કરવામાં આવી છે. આ તમામ તબલીગી જમાતીઓ વિદેશી હતા.

ફોરેનર્સ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરતાં પોલીસે 16 વિદેશી તબલીગીને પકડી પાડ્યા છે. સાથે અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રૉફેસરને પણ આ વિદેશીઓને પોતાના ઘરમાં સંતાડી રાખવાના અને પુરાવા છુપાવવામા આરોપમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે. મંગળવારે પોલીસ આ તમામને કોર્ટમાં હાજર કરીને રિમાન્ડની માંગણી કરશે હાલ તમામ એક ગેસ્ટ હાઉસમાં ક્વૉરન્ટાઇન છે.

પોલીસે કાર્યવાહી અંજામ આપ્યા બાદ જણાવ્યુ કે, અમે પકડાયેલા તમામ પર ફોરેનર્સ એક્ટ અને મહામારી કાયદા અંતર્ગત કાર્યવાહી કરી હતી. એક ઇન્ડોનિયન નાગરિક કોરોના પૉઝિટીવ નીકળ્યો હતો. જે હાલ ઠકી થઇ ગયો છે.



સોમવારે રાત્રે શાહગંજ પોલીસે ઇન્ડોનેશિયાના સાત નાગરિકો સહિત કુલ 17 લોકોને અરેસ્ટ કર્યા, આમાં અબ્દુલ્લાહ મસ્જિદના મુતવલ્લી તથા અન્ય લોકો સામેલ છે. વળી કરેલી પોલીસે થાઇલેન્ડના નવ નાગરિકો સહિત 12 લોકોની ધરપકડ કરી હતી. અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના એક પ્રૉફેસરને પણ પકડી લેવામાં આવ્યો છે. જેના પર આ લોકોને ઘરમાં સંતાડી રાખીને પુરાવા છુપાવી રાખવાનો આરોપ લાગ્યો છે.

ખાસ વાત છે કે અલ્હાબાહ યુનિવર્સિટીના પ્રૉફેસર શાહિદ સહિત 16 જમાતીઓને પકડવામા આવ્યા છે. પ્રૉફેસર શાહિદ નિઝામુદ્દીન મરકજના તબલીગી જમાતમાં સામેલ થયા હતા, અને તેમને આ વાતની માહિતી સરકારને આપી ન હતી.