નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે વિદેશમાં ફસાયેલા ભારતીયોની વતન વાપસી થઇ છે. એર ઇન્ડિયા એક્સપ્રેસનુ વિમાન 182 ભારતીયોને લઇને આજે કોચ્ચિ એરપોર્ટ પર પહોંચ્યુ છે
વંદે ભારત મિશન અંતર્ગત દુબઇ એરપોર્ટ પરથી પહેલી ઉડાન કાલે સાંજે રવાના થઇ હતી, અને મોડી રાત્રે કોચ્ચિ એરપોર્ટ પર પહોંચી હતી. 182 લોકોમાં 5 બાળકો પણ સામેલ છે.
ભારતીયોની વતન વાપસીને લઇને એરપોર્ટને પુરેપુરી રીતે તૈયાર કરી દેવામાં આવ્યુ હતુ, સેનિટાઇઝ કરાયુ હતુ. આવનારા લોકોનુ થર્મલ સ્ક્રિનિંગ પણ થશે. યુએઇમાં ભારતના રાજદૂત પવન કપૂર ખુદ ભારતીય યાત્રીઓને એરપોર્ટ પર વિદાય આપવા પહોંચ્યા હતા.
એર ઇન્ડિયા એક્સપ્રેસના એક પ્રવક્તાએ જણાવ્યુ કે પાંચ બાળકો અને 177 ઉંમરલાયક યાત્રીઓને લઇને એક વિમાન રાત્રે 10 વાગે ને 9 મિનીટે કોચ્ચિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યુ, તેમને કહ્યું કે, આટલા જ યાત્રીઓ અને પાંચ બાળકોને લઇને એર ઇન્ડિયા એક્સપ્રેસનું બીજુ એક વિમાન 10 વાગેને 32 મિનીટ પર દુબઇથી કોઝીકોડ પહોંચ્યુ હતુ.
અબુધાબીમાં ફસાયેલા 182 ભારતીયોની વતન વાપસી, કોચ્ચિ એરપોર્ટ પર ઉતર્યુ વિમાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 May 2020 08:47 AM (IST)
વંદે ભારત મિશન અંતર્ગત દુબઇ એરપોર્ટ પરથી પહેલી ઉડાન કાલે સાંજે રવાના થઇ હતી, અને મોડી રાત્રે કોચ્ચિ એરપોર્ટ પર પહોંચી હતી. 182 લોકોમાં 5 બાળકો પણ સામેલ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -