કરમાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી જાણકારી મુજબ આ ઘટના ઔરંગાબાદ-જાલના રેલવે લાઇન પર શુક્રવાર સવારે 6:30 વાગ્યે બની. ફ્લાયઓવરની પાસે પાટાઓ પર ઊંઘી રહેલા 17 પ્રવાસી શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
મળતી જાણકારી મુજબ, આ દુર્ઘટનામાં ચાર મજૂર ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ લોકો એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા અને MIDC ઔરંગાબાદ જઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ દિવસભરના સફર બાદ તેઓ રાત્રે આરામ કરવા માટે ટ્રેક પર ઊંઘતા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના માલગાડી પસાર થયા બાદ થઈ.
જણાવીએ કે, દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એવામાં એક રાજ્યથી બીજા રાજ્ય સુધી જવા પર પ્રતિબંધ છે. ખાસ શરતો સાથે જ અવરજવર કરી શકાય છે. એવામાં બીજી રાજ્યમાં ફસાયેલા અનેક મજૂરો પગપાળા જ પોતાના વતન જવા નીકળી પડ્યા છે. જોકે ભારત સરાકરે પ્રવાસી મજૂરોની ઘર વાપસી માટે શ્રમિક એક્સપ્રેસ ટ્રેન ચલાવી છે, તેમ છતાં હજુ પણ અનેક મજૂરો પગપાળા જઈ રહ્યા છે.