Covid-19 Cases: દેશમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ છે. જેના પગલે ચોથી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોરોનાના કેસ વધતાં કેટલાક રાજ્યો દ્વારા માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે. કોરોનાના કેસ વધતાં કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે.
ટાઈમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં કોરોના વાયરસના કેસોમાં અચાનક ઉછાળા વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દેશમાં પ્રવર્તમાન COVID-19 પરિસ્થિતિ પર મુખ્ય પ્રધાનો સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરે તેવી સંભાવના છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ આ બાબતે સત્તાવાર જાહેરાત કરશે તેમ સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું.
આ રાજ્યોમાં માસ્ક ફરજિયાત
ભારતમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, જે મહામારીની સંભવિત ચોથા લહેરની આશંકા વ્યક્ત કરે છે. પંજાબ, દિલ્હી અને હરિયાણા સહિતના કેટલાક રાજ્યોએ તાજેતરમાં ફરી એકવાર જાહેર સ્થળોએ ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2593 કેસ નોંધાયા છે અને 44 સંક્રમિતોના મોત થયા છે. શનિવારે 2527 નવા કેસ અને 33 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 15 હજારને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 15,873 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,22,193પર પહોંચ્યો છે. દેશમાં 4,25,19,479 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 187,67,20,318 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 19,05,374 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું. . દૈનિક પોઝિટિવિટી રેટ 0.56 ટકા છે.
આ પણ વાંચોઃ
વર્લ્ડકપ પહેલા ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આ તારીખથી રમાશે ટી20 સીરીઝ, BCCIએ જાહેર કર્યુ શિડ્યૂલ