AAP Plans Padyatra in Delhi:  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારે આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપ વિરુદ્ધ દિલ્હીના તમામ વોર્ડમાં પદયાત્રાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભાજપ લોકોને બુલડોઝરનો ડર બતાવીને પૈસા લઈ રહી છે. આ અંગે નાયબ મુખ્યમંત્રીએ આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યોને પત્ર લખ્યો હતો. હવે આમ આદમી પાર્ટી પદયાત્રા કરી રહી છે.


તાજેતરમાં જહાંગીરપુરીમાં દબાણ હટાવ્યા બાદ આમ આદમી પાર્ટી ભાજપ પર પ્રહારો કરી રહી છે. આપ ભાજપ પર આરોપ લગાવી રહી છે કે આ  પ્રકારની કાર્યવાહી કરીને લોકોમાં ભય પેદા કરવામાં આવી રહ્યો છે. એકીકરણને કારણે MCDની ચૂંટણી હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે, પરંતુ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ભાજપને ઘેરવાની કોઈ તક છોડવા માંગતી નથી.


'આદમી પાર્ટી દિલ્હીના તમામ વોર્ડમાં પદયાત્રા કરશે'


આમ આદમી પાર્ટીના MCD પ્રભારી દુર્ગેશ પાઠકનું કહેવું છે કે, છેલ્લા 15 વર્ષથી ભાજપે MCDમાં ઘણી દાદાગીરી કરી છે, જેના કારણે દિલ્હીના લોકો તેમનાથી ખૂબ નારાજ છે. આ જ કારણ હતું કે બીજેપીએ ચૂંટણી સ્થગિત કરી છે. પરંતુ છેલ્લા બે દિવસથી તેઓએ દિલ્હીમાં નવી દાદાગીરી શરૂ કરી છે.ભાજપના તમામ નેતાઓ દિલ્હીના દરેક ઘરે જઈને કહી રહ્યા છે કે તમે અમને પૈસા નહીં આપો તો તમારા ઘર પર બુલડોઝર ચલાવીશું. આમ આદમી પાર્ટી દિલ્હીના તમામ વોર્ડમાં પદયાત્રા કરશે. આખી દિલ્હીના લોકોને સંગઠિત કરશે, જેથી અમે ભાજપના આ ભ્રષ્ટાચાર અને તેમની ગુંડાગીરી સામે લડી શકીએ."


દિલ્હીમાં MCD પર છેલ્લા 15 વર્ષથી સતત ભાજપનો કબજો છે. વર્ષ 2012માં એમસીડીના વિભાજન પછી પણ ભાજપે બે વખત ચૂંટણી જીતી છે, જ્યારે આમ આદમી પાર્ટી વર્ષ 2017ની વિધાનસભા જેવું પ્રદર્શન કરી શકી નથી. હાલમાં એમસીડીને એક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સીમાંકન બાદ ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે, પરંતુ ચૂંટણી પહેલા રાજકારણ શરૂ થઇ ગયું છે.


 


દિલ્હીમાં ફરી કોરોનાનો ઉથલો, છેલ્લા 24 કલાકમાં 1094 નવા કેસ અને 2 દર્દીના મોત થયાં સરકાર ચિતિંત


PAN Card Apply: આધાર કાર્ડની મદદથી ઈન્સ્ટન્ટ પાન કાર્ડ કેવી રીતે મેળવી શકાય, જાણો સરળ પ્રોસેસ


Money Flower: ઘરમાં લગાવો આ એક છોડ, ક્યારેય નહીં પડે રૂપિયાની તંગી, તિજોરી રહેશે રૂપિયાથી છલોછલ


Gandhinagar : કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ગ્રાન્ટના 11 કરોડ 13 લાખની ઉચાપત, આરોપીઓએ આ રીતે આચર્યું કૌભાંડ