નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણને લઇને ભારતમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે જો દેશમાં લૉકડાઉન ના થયુ હોત તો અત્યારે દેશમાં 8 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા હોત.
કાતિલ કોરોનાથી અત્યાર સુધી ભારતમાં 7528 લોકો સંક્રમિત થયા છે, જેમાં 242 લોકોના મોત થયા છે, આમાંથી 643 લોકો એવા છે જે સાજા થઇને પાછા ઘરે પહોંચી ચૂક્યા છે.
ખાસ વાત છે કે, ભારતમાં લૉકડાઉન, કન્ટેનમેન્ટ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ હોવા છતાં સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે મોટો ખુલાસો કર્યો, મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, ભારતમાં 24 માર્ચથી સંપૂર્ણ લૉકડાઉન છે, જો ભારતમાં લૉકડાઉન ના થયુ હોત, તો કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં 41 ટકાનો વધારો આવી જતો, અને 15 એપ્રિલ સુધી કોરોના વાયરસની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા વધીને 8 લાખ સુધી પહોંચી જતી.
જો માત્ર કન્ટેન્ટમેન્ટ હોત તો 15 એપ્રિલ સુધી કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં 1 લાખ 20 હજારિ સુધી પહોંચી જતી.
ભારતમાં લૉકડાઉન ના થયુ હોત તો 8 લાખથી વધારે લોકોને થયો હોત કોરોના, ચોંકાવનારો ખુલાસો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2020 10:31 AM (IST)
ખાસ વાત છે કે, ભારતમાં લૉકડાઉન, કન્ટેનમેન્ટ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ હોવા છતાં સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -