Coronavirus: શોધકર્તાનું કહેવું છે કે, આપના બ્લડ અને ઇમ્યૂન સિસ્ટમમાં કેટલીક ઓળખ હોય છે. જે બતાવે છે કે, કેટલા હદ સુધી આપનું શરીર વાયરસથી પ્રભાવિત થયું છે. ઉદાહરણ તરીકે જો આપ ગંભીર રીતે સંક્રમિત છો તો ટેસ્ટ અને સ્કેન મહત્વપૂર્ણ હોય છે.


કોરોના વાયરસ મહામારીની બીજી લહેરમાં ખૂબ ઝડપથી સંક્રમણ ફેલાઇ રહ્યું છે.નિષ્ણાંત લોકોની સલાહ છે કે, સંક્રમિત થયેલા લોકોએ રિકવરીના એક મહિના બાદ વેક્સિન લઇ લેવી જોઇએ. તેમજ સ્વાસ્થ્યની સારસંભાળ લે. તેમજ શરીરમાં થતાં બદલાવનું મોનિટરિંગ કરે. એટલા માત્ર તપાસમાં નેગેટિવ આવ્યા બાદ પણ ટેસ્ટની સલાહ આપવામાં આવે છે.


 કોવિડ-19થી રિકવર થયા બાદ ક્યો ટેસ્ટ કરાવવો જરૂરી?


આપણી ઇમ્યૂન સિસ્ટમ મજબૂતથી વાયરસ સામે લડે છે. પરંતુ કેટલાક કેસમાં વાયરસના સંક્રમણનો લોડ ઓછા થયા બાદ પણ શરીરમાં લાંબા સમય સુધી તેના સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. જેના પગલે તે શરીરના કેટલાક મહત્વના અંગોને પણ નુકસાન પહોંચાડે છે અને અપ્રત્યક્ષ રીતે ઇમ્યૂન સિસ્ટમને પણ બાધિત કરે છે.


શોધકર્તાનું કહેવું છે કે. કોરોના વાયરસથી રિકવરી બાદ સીટી સ્કેન કરાવવું હિતાવહ છે. જેનાથી ખ્યાલ આવે છે કે સંક્રમણ કેટલું છે અને ક્યાં સુધી રિકવર થયું છે.


igG એન્ટીબોડી ટેસ્ટ: સંક્રમિત થયા બાદ શરીર સહાયક એન્ટીબોજી જનરેટ કરે છે. જે ભવિષ્યમાં થતાં સંક્રમણને રોકે છે. એન્ટીબોડી લેવલનું નિધારણ ન માત્ર ઇમ્યૂન આધારિત સુરક્ષાને સમજવામાં આપની મદદ કરે છે. પરંતુ આ ખાસ તે સમયે મદદરૂપ થાય છે જ્યારે પ્લાજ્મા ડોનેશનના લાયક આપ બની ગયા હો. સામાન્ય રીતે એન્ટીબોડી ક્રિએટ થતાં 2 સપ્તાહનો સમય લાગે છે. એટલા માટે સૂંપૂર્ણ રિકવરી માટે રાહ જુઓ.જો આપ પ્લાજ્મા ડોનેટ કરવા ઇચ્છતા હો તો એક મહિનાની અંદર ટેસ્ટ કરાવો અને આ આ ડોનેશન માટેનો આદર્શ સમય છે.


CBC ટેસ્ટ: કમ્પ્લિટ બ્લડ કાઉન્ટ એક પ્રાથમિક ટેસ્ટ છે. જે રક્ત કોશિકાના વિભિન્ન પ્રકાર જેવી કે સફેદ રક્ત કોશિકા, લાલ રક્ત કોશિકા, પ્લેટલેટસને માપે છે અને એક સમજ આપે છે કે, આપની કોરોના વાયરસની સામે કેવી સારી પ્રતિક્રિયા છે.એક રીતે આપે વધુ ઉપાય માટે માર્ગદર્શન કરી શકે છે. જેની સાજા થયા બાદ આપને જરૂર રહે છે.


કોલેસ્ટ્રોલ ટેસ્ટ: વાયરસના સંક્રમણ બાદ ક્લોટિંગનું જોખમ રહે છે. તેથી કોવિડ-19ના સંક્રમણમાં આ ટેસ્ટ પણ હવે જરૂરી છે.