Corona Vaccine Centre WhatsApp: દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ મહામારીના ફેલાવાને રોકવા માટે ઘણા રાજ્યોમાં પ્રતિબંધ લગાવાને લઇને બંધ જેવી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે. જો કે હાલમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસને લઇને જાણકારી મેળવવા માટે એક નવો હેલ્પ નંબર જારી કર્યો છે.


કોરોના વાયરસને લઇને સરકાર દ્વારા દરેક પ્રકારના પગલા લેવામાં આવી રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા નવા હેલ્પ ડેસ્ક નંબર જારી કરવામાં આવ્યો છે. આ વ્હોટ્સએપ નંબર પર તમે કોરોના વાયરસ સંબંધિત કોઇપણ સવાલનો જવાબ તરત મળી શકે છે. કોઇપણ વ્યક્તિ 9013151515 પર વ્હોટ્સએપ મેસેજ કરીને તુરંત જાણકારી મેળવી શકશો. આ નંબર દ્વારા તમે તમારા નજીકના રસીકરણ કેન્દ્રની જાણકારી પણ મેળવી શકો છો. ઉદાહરણ તરીકે કોરોના સંક્રમણના લક્ષણ શું છે, કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા બાદ શું કરીએ, કેવી રીતે મદદ મળશે.


નોંધનીય છે કે, MyGovIndia ટ્વીટર હેન્ડલથી પોસ્ટ કરી આ વાતની જાણકારી આપી છે કે WhatsApp પર MyGov Corona Helpdesk હવે લકોને નજીકના રસીકરમ કેન્દ્ર વિશે પણ જણાવશે. હેલ્પડેસ્ટ હિંદી અને અંગ્રેજી બન્ને જ ભાષાઓમાં સપોર્ટ કરે છે.






જોકે, ડિફોલ્ટ ભાષા અંગ્રેજી હોય છે પરંતુ તમે ઇચ્છો છો કો ભાષા બદલીને હિંદી પણ કરી શકો છો. તો આવો જાણીએ કેન્દ્રની માહિતી મેળવવાની પ્રોસેસ છે....


COVID 19 Vaccine Centre NearBy: આ છે સરળ સ્ટેપ્સ



  • સૌથી પહેલા તો તમારે તમારા ફોનમાં 9013151515 નંબર સેવ કરવાનો રહેશે.

  • નંબરને સેવ કર્યા બાદ ફોનમાં WhatsApp ઓપન કરો.

  • વ્હોટ્સએપ ઓપન થયા બાદ સેવ કરવામાં આવેલ નંબરથી ચેટ બોક્સને ઓપન કરો.

  • તમારે Namaste લખીને મોકલવાનું રહેશે. ચેટબોટ તમારી સામે 9 ઓપ્શનની સાથે રિપ્લાય કરશે.

  • રસીકરણ કેન્દ્ર વિશે જાણકારી મેળવવા માટે તમારે 1 લખીને મોકલવાનું રહેશે.

  • ત્યાર બાદ તમને 2 ઓપ્શન મળશે, તેમાંથી સેન્ટરની જાણકારી માટે તમારે 1 લખીનો મોકલવાનું રહેશે.

  • ત્યારબાદ તમારે પિન કોડ લખીને મોકલવાનો રહેશે.

  • જેવા જ તમે તમારો નજીકનો પિન કોડ લખીને મોકલશો એવા તરત જ નજીકના રસીકરણ કેન્દ્રની જાણકારી તમને મળી જશે.