આ દરમિયાન દિલ્હીમાં કોરોના વોરિયરર્સ પણ કોવિડ-19નો શિકાર બન્યા છે. એઇમ્સમાં તૈનાત ASIનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે સફદરગંજ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતો. હાલ તેના પરિવારના અને સંપર્કમાં આવેલા 22 પોલીસ કર્મીને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં દિલ્હી પોલીસના ત્રણ જવાન કોરોના પોઝિટિવ આવ્યા છે.
રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક હજારને પાર કરી ગઈ છે. દિલ્હીમાં કુલ 1154 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેમાંથી 24 લોકોના મોત થયા છે, જ્યારે 27 લોકો ઠીક થઈ ગયા છે.
રવિવારે એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, ટલાક લેબ ડેટા બતાવે છે કે હાઇડ્રોક્સીક્લોરોક્વીન કોવિડ-19 પર થોડો પ્રભાવ પાડી શકે છે. પરંતુ આ ડેટા સચોટ નથી. આઈસીએમઆરના નિષ્ણાતોએ જણાવ્યું છે કે કોવિડ-19 રોગીઓના સંપર્કમાં આવતા લોકો અને દર્દીની સારવાર કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે સહાયક બની શકે છે. હાઇડ્રોક્સીક્લોરોક્વીનથી દરેકની સારવાર શક્ય નથી. તેનાથી હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે. આ દવાની કેટલીક આડઅસર પણ છે. જે આમ આદમીને ફાયદો પહોંચાડવાના બદલે નુકસાન વધારે કરી શકે છે.