સેનિટાઈઝેન અભિયાન માટે જાણકારી આપતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, તેના માટે 10 હાઈટેક જાપાની મશીન સહિત કુલ 60 મશીનનો ઉપયોગ કરવામાં આવશે. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝે દિલ્હી સરકારને ફ્રીમાં 10 હાઈટેક જાપાની મશીન આપ્યા છે. આ મશીનની ખાસિયત એ છે કે એક મશીન 20 હજાર વર્ગ મીટરના વિસ્તારમાં એ કલાકમાં સેનિટાઈઝ કરી દે છે. ઉપરાંત દિલ્હી સરકાર દિલ્હી જળ બોર્ડના 50 મશીનોનનો પણ સેનિટાઈઝેન માટે ઉપયોગ કરશે. આ રીતે દિલ્હીના રેડ ઝોન અને હાઈ રિસ્ક ઝોનની અંદર વ્યાપક રીતે સેનિટાઈઝેનનું અભિયાનન સોમવારથી શરૂ કરવામાં આવશે. સાથે જ દિલ્હીમાં કોરોનના દર્દીની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખતા કેટલાક વધુ એરિયાને આવનારા દિવસોમાં કન્ટેનમમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.
નોંધનીય છે કે, દિલ્હી સરકારે અત્યાર સુધી કુલ 43 વિસ્તારને દિલ્હીમાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. દિલ્હીના હોટસ્પોટ દિલશાઈ ગાર્ડનમાં ઓપરેશન શીલ્ડને કારણે કોરોનાના કેસ આ વિસ્તારમાં અટકી ગયા છે. તેને ધ્યાનમાં રાખતા દિલ્હીના જે વિસ્તારમાં કોરોનાના દર્દી મળી રહ્યા છે ત્યાં મોટા પાયે એ તમામ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને સરકાર એ તમામ એરિયામાં ઓપરેશન શીલ્ડ લાગુ કરી રહી છે.