કોરોના વાયરસ (કોવિડ-19) વિશે લોકોના જાગૃતતા ફેલાવવા માટે એક પ્રી-રેકોર્ડેડ મેસેજ લોકોને સંભળાશે. જિયો અને બીએસએનએલના નંબર પર કોલ કરતા એક ઓડિયો મેસેજ સંભળાય છે. જેમાં કહે છે કે, આપ કોરોના વાયરસને ફૈલાવતા રોકી શકો છો. ખાંસી કે છીંક આવે ત્યારે પોતાના મોં પર રૂમાલ રાખો. જો તમને શ્વાસ લેવામાં તકલીફ હોય, તાવ કે કફથી ફરિયાદ છે તો સીધા તમારા નાક, મોં અને આંખોને સ્પર્શ ના કર. તે સિવાય 1 મીટરનું અંતર બનાવી રાખો. વારંવાર સાબુથી હાથ ધોવો. આ મેસેજ હિંદી અને અંગ્રેજી ભાષામાં સંભાળશે.
આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, આ પ્રી-કૉલ મેસેજ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. તેનો હેતુ લોકોને જાગૃત કરી કોરોના વાયરસથી બચાવવાનો છે.
કોરોનાના કારણે દુનિયાભરમાં દહેશત ફેલાઈ છે. ભારતમાં આગામી સૂચના મળે ત્યા સુધી આજથી અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સેરેમની દર્શકો વગર યોજાશે. જ્યારે સીઆઈએસએફની આગામી અઠવાડિયામાં દેશભરમાં આયોજીત થનારી વાર્ષિક પરેડ રદ્દ કરવામાં આવી છે. ઈન્ડિયા ગેટ પર મહિલા દિવસે યોજાનાર કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે.
દુનિયાભરમાં કોરોનાની પક્કડમાં એક લાખ લોકો આવી ચૂક્યા છે અને એમાંથી 3200થી વધુનાં મોત થયાં છે. ચીનમાં એક દિવસમાં 143 નવા કેસ નોંધાયા હતા. ચીનમાં મૃત્યુઆંક 3000ને પાર થયો છે. ઈરાનમાં કોરોના વાયરસથી 110 જેટલાં લોકોનાં મોત થયા છે. દક્ષિણ કોરિયામાં પણ કોરોના વાયરસના 196 નવા કેસ નોંઘાયા છે. ત્યાં અત્યાર સુધીમાં 6200 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.