રાજકોટ:વિમલે કોરોનાને માત આપી દીધી પરંતુ છેલ્લા પાંચ મહિનાથી મ્યુકોરમાઇકોસિસ સામે જિંદગીની જંડ લડી રહ્યો છે. વિમલ અત્યાર સુધીમાં ફંગસના કારણે 39ઇંજેકશન લઇ ચૂક્યો છે. 


કોરોના વાયરસની બીજી લહેરમાં જે દર્દીઓ સાજા થઇ ગયા છે, તેના પર સૌથી વધુ જોખમ મ્યુકરમાઇકોસિસનું છે. કોવિડના ઓછા થતાં કેસની સામે હવે બ્લેક ફંગસના વધતાં જતાં કેસ ચિંતા વધારી રહ્યાં છે. ગુજરાતમાં પણ બ્લેક ફંગસના દર્દીઓ સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં બ્લેક ફંગસનો એક એવો કેસ સામે આવ્યો છે. જે છેલ્લા પાંચ મહિનાથી સાજા નથી શક્યો. 


રાજકોટના રહેવાસી  વિમલ દોષી કોવિ઼ડ સંક્રમિત થયો હતો. વિમલે કોરોનાને માત આપી પરંતુ છેલ્લા પાંચ મહિનાથી બ્લેક ફંગસ સામે જંગ લડી રહ્યો છે. તે બ્લેક ફંગસના સતત વધતા કેસથી પરેશાન છે. વિમલને અત્યાર સુધીમાં 39 ઇંજેકશન લગાવવી રહ્યો છે. પાંચ મહિનામાં તે 6 વખત સર્જરી કરાવી ચૂક્યો છે. હવે સાતમી વખત સર્જરી થવા જઇ રહી છે. 


રાજકોટના રહેવાસી વિમલની પત્નીએ આ મુદ્દે વાત કરતા જણાવ્યું કે.,વિમલ કામ માટે અમદાવાદ રહેતો હતો ત્યારે નવેમ્બરમાં તેમને કોરોના થઇ ગયો હતો. 15 દિવસ સુધી કોરોનાની સારવાર દરમિયાન તેમને ઓક્સિજન પણ આપવું પડ્યું હતું. આ દરમિયાન તેમને સ્ટીરોઇડ પણ અપાઇ હતી. પત્ની ચાંદનીએ જણાવ્યા મુજબ વિમલના નાકમાં ફંગલ ઇન્ફેકશન જોવા મળ્યું હતું. ઇન્ફેકશન બ્રેઇન સુધી પહોંચતા બ્રેઇનની સર્જરી કરાઇ છે. 


દર્દી વિમલની પત્ની ચાંદનીએ આપવિતી કહેતા જણાવ્યું કે, બ્લેક ફંગસની બીમારીના કારણે છેલ્લા પાંચ આણંદમાં રહેતા હતા. વિમલના ઇલાજમાં અત્યાર સુધીની જમા પૂજી ખતમ થઇ છે. આ ઇલાજ માટે ઘર પર વેચી દેવું પડ્યું. ઇલાજમા અત્યાર સુધીમાં 41 લાખનો ખર્ચ  થઇ ગયો છે. હજું પણ 15થી 20 લાખની જરૂર છે. 


શું કહે છે ડોક્ટર?
વિમલનો ઇલાજ કરનાર ડોક્ટરનું કહેવું છે કે, કોવિડ બાદ જે રીતે તે બ્લેક ફંગસની ઝપેટમાં આવ્યો છે. તેની સ્થિતિ જોતો તે જીવિત છે તે પણ કોઇ ચમત્કારથી ઓછું નથી. અત્યાર સુધી વિમલની 6 વખત સર્જરી થઇ ચૂકી છે. તેમની ચાર વખત લેપ્રોસ્કોપી, એક વખત ફોરહેડ સર્જરી  અને બ્રેઇન સર્જરી થઇ ચૂકી છે. એક સમય એવો હતો કે, માની લીધું હતું કે, તે સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા છે. આ સમયે જ તેના બ્રેઇનમાં બ્લેક ફંગસ જોવા મળ્યો. 


રાજ્યમાં શું છે મ્યુકોરમાઇકોસિસની સ્થિતિ


રાજ્યભરમાં મ્યુકરમાયકોસીસના અત્યારસુધીમાં નોંધાયેલ કુલ દર્દીઓમાંથી ૮૧.૬% દર્દીઓ હાલમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે જયારે ૧૪.૩% દર્દીઓ સાજા થયા છે તેમજ ૪.૧% દર્દીઓના મૃત્યુ થયા છે.વયજૂથની દૃષ્ટિએ જોઇએ તો, આ રોગના દર્દીઓ પૈકી માત્ર ૦.૫% દર્દીઓ ૧૮ વર્ષથી ઓછી વયના, ૨૮.૪% દર્દીઓ ૧૮ થી ૪૫ વર્ષની ઉંમરના, ૪૬.૩% દર્દીઓ ૪૫ થી ૬૦ વર્ષની ઉંમરના છે જયારે ૨૪.૯% દર્દીઓ ૬૦ થી વધારે વયના છે.આ રોગનું પ્રમાણ સ્ત્રીઓની સરખામણી એ પુરુષોમાં વધારે જોવા મળ્યું છે અને અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી ૬૭.૧% પુરુષો જયારે ૩૨.૯% સ્ત્રી દર્દીઓ છે.