નવી દિલ્હીઃ કોરોના મહામારીની સાથે લોકો સતત વધતી મોંઘવારીથી પણ પરેશાન છે. દેશમાં ખાદ્ય તેલાના ભાવ સતત વધી રહ્યા છે. સરકાર આંકડા મુડબ આ મહિને ખાદ્ય તેલના ભાવ છેલ્લા એક દાયકમા તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે.


સ્ટેટ સિવિલ સપ્લાઇઝ ડિપાર્ટમેન્ટના આંકડા મુજબ, દેશમાં ખાદ્ય તેલના માસિક સરેરાશ ભાવ જાન્યુઆરી 2010થી અત્યાર સુધીની ટોચ પર પહોંચી ગયા છે. મે મહિનામાં સરસવના તેલનો ભાવ સરેરાશ 164.44 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો છે. જે ગત વર્ષના મે મહિનાથી 39 ટકા વધારે છે. મે 2020માં સરસવના તેલનો ભાવ 118.25 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. ભારતના મોટાભાગના ઘરમાં આ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. મે 2010માં આ તેલનો ભાવ 63.05 રૂપિયા હતો.


પામ ઓઈલનો પણ ભારતના અનેક ઘરમાં ઉપયોગ થાય છે. મે મહિનામાં તેનો સરેરાશ ભાવ 131.69 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. જે ગત વર્ષની તુલનામાં 49 ટકા વધારે છે. મે 2020માં પામ ઓઇલનો સરારેશ ભા 88.27 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. એપ્રિલ 2010માં તેનો ભાવ 49.13 રૂપિયો પ્રતિ કિલોગ્રામ હતો.


જ્યારે અન્ય તેલની વાત કરીએ તો મગફળી તેલનો સરેરાશ ભાવ 175.55 રૂપિયા, વનસ્પતિ તેલનો ભાવ 128.7 રૂપિયા, સોયાબીન તેલનો ભાવ 148.27 રૂપિયા અને સનફ્લાવર તેલનો ભાવ 169.54 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચ્યો છે. ગત વર્ષની તુલનામાં આ તેલના સરેરાશ ભાવમાં 19 ટકાથી 52 ટકા સુધી વધારો થયો છે.


Gujarat: રાજ્યમાં આ જગ્યાએ તેલનું ટેન્કર પલટી જતાં લોકો ડોલ, ડબ્બા-બેડા લઈને તેલ લેવા ઉમટી પડ્યા, જુઓ તસવીરો


Lockdown: દરેક રાશન કાર્ડ ધારકને મળશે રૂપિયા 3000, આ રાજ્ય સરકારે લીધો નિર્ણય


રાજ્યમાં હજુ કેટલા ગામોમાં છે અંધારપટ, વીજ પુરવઠો શરૂ કરવા કયા રાજ્યમાંથી બોલાવી ટીમ, જાણો રૂપાણીએ શું કહ્યું


Cyclone Yaas: વાવાઝોડામાં નજર સામે જ તબાહી જોઈને રડી પડી મહિલા, જુઓ તસવીરો