નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયન મેડિકલ મેગેઝીન ધ લૈંસટમાં દાવો કરવામાં આવ્યો છે કે માખીના કારણે પણ કોરોના વાયરસ ફેલાઇ શકે છે. મહાનાયક અમિતાભ બચ્ચને આ અંગે જાણકારી આપતો વીડિયો તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. જે વીડિયોને પ્રધાનમંત્રી મોદીએ પણ રિટ્વિટ કર્યો છે.

વીડિયોમાં અમિતાભ બચ્ચન કહી રહ્યા છે, આપણો દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે અને આપ તમામે આ લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની છે. કારણ તમે જાણો છો કે તાજેતરમાં ચીનના વિશેષજ્ઞોએ શોધ્યું કે કોરોના વાયરસ માનવ મળમાં અનેક સપ્તાહ સુધી જીવતો રહે છે. કોરોના વાયરસનો દર્દી જો સંપૂર્ણ પણ ઠીક થઈ જાય તો તેના મળમાં કોરોના વાયરસ જીવતો રહી શકે છે.


તેમણે આગળ કહ્યું, જો કોઈ વ્યક્તિના મળ પર માખી બેસે અને આ માખી ખાવાના સામાન પર બેસી જાય તો બીમારી વધુ ફેલાઇ શકે છે. તેથી  આપણે બધા કોરોના વાયરસ સામે લડવા જનઆંદોલન બનાવીએ તે ખૂબ જરૂરી છે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સ્વચ્છ ભારત મિશનને જન આંદોલન બનાવીને ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવ્યું હતું તેવા જ આંદોલનની જરૂર છે.

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 600ને પાર કરી ગઈ છે, જ્યારે 11 લોકોના મોત થયા છે.