સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં હવે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 54 લાખ 87 હજાર 580 થઈ ગઈ છે. જેમાંથી 87,882 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 10 લાખ 3 હજાર છે અને 43 લાખ 96 હજાર લોકો સ્વસ્થ થયા છે. સંક્રમણના સક્રિય કેસની તુલનામાં સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા આશરે ચાર ગણી વધારે છે.
ICMR ના મુજબ, 20 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 6 કરોડ 43 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 7 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ કાલે કરવામાં આવ્યું છે.
રાહતના સમાચાર એ છે કે મૃત્ય ગર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્ય દર ઘટીને 1.60% થઈ ગઈ. આ સિવાય એક્ટિવ કેસ જેની સારવાર ચાલી રહી છે તે ઘટીને 19% થઈ ગઈ છે. આ સાથે જ રિકવરી રેટ 80% થઈ ગયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.
દેશમાં સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં બે લાખથી વધારે સંક્રમિતોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારબાદ બીજા નંબર પર તમિલનાડુ છે, ત્રીજા નંબર પર દિલ્હી, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમાં નંબર પર પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ