નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સતત વકરી રહ્યો છે, હાલ ખતરનાક સ્ટેજ પર કોરોના વાયરસનો ખતરો પહોંચ્યો છે. સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે, છેલ્લા 24 કલાકમાં 500થી વધુ નવા કેસ નોંધતા દેશ માટે ખતરાની ઘંટી વાગી છે.


ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 5000થી ઉપર પહોંચી ગઇ છે. જેમાં 150થી વધુના મોત પણ થઇ ચૂક્યા છે. અને 450થી વધુ લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે.



સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી મહિતી અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ જગ્યાઓથી 540 નવા કોરોના વાયરસના કેસો સામે આવ્યા છે, અને 24 કલાકમાં 17 લોકોએ જીવ ગુમાવ્યો છે.



ભારતમા સૌથી વધુ ખતરો મહારાષ્ટ્રમાં તોળાઇ રહ્યો છે, અહીં દર્દીઓની સંખ્યા 1135 થઇ છે, જ્યારે બીજા નંબરે તામિલનાડુમાં 738 કેસો અને દિલ્હીમાં 669 કેસો સામે આવ્યા છે.