નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના નવા કેસ અને મોતની સંખ્યા ફરી એક વખત વધતી જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 1 લાખ 32 હજાર 788 નવા કોરોના કેસ આવ્યા અને 3207 દર્દીના મોત થયા છે. જ્યારે 2 લાખ 31 હજાર 456 લોકો કોરોનાથી ઠીક થયા છે. એટલે કે વિતેલા દિવસોમાં 1,01,875 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા સોમવારે 1 લાખ 27 હજાર 510 લાખ નવા કોરોનાના કેસ નોંધાયા હતા અને 2795 દર્દીના મોત થયા હતા.


આજે દેશમાં સતત 20માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં વધારે દર્દી રિકવર થયા છે. 1 જૂન સુધી દેશભરમાં 21 કરોડ 85 લાખ 46 હજાર 667 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 23 લાખ 97 હજાર રસીના ડોઝ આપવામાં આવ્યા. જદ્યારે અત્યાર સુધીમાં કુલ 35 કરોડથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેથી પોઝિટિવીટી રેટ 6 ટકાથી વધારે છે.


દેશમાં આજે કોરોનાની લેટેસ્ટ સ્થિતિ


કુલ કોરોના કેસ - બે કરોડ 83 લાખ 7 હજાર 832


કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 61 લાખ 79 હજાર


કુલ એક્ટિવ કેસ - 17લાખ 93 હજાર 645


કુલ મોત - 3 લાખ 35 હજાર 102


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.18 ટકા છે જ્યારે રિકવરી રેટ 92 ટકાથી વધારે થઈ ગોય છે. એક્ટિવ કેસ ઘટીને 7 ટકાથી ઓછો રહ્યો છે. કોરોના એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારત બીજા સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાન પર જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે.


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1561 નવા કેસ નોંધાયા છે અને 22  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9855  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 4869 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


રાજ્યમાં અત્યાર સુધી 7,71,860 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 29015 પર પહોંચ્યો છે. જેમાંથી 472 દર્દી વેન્ટિલેટર પર અને 28543 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.21  ટકા છે.