નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ યથાવત છે. હાલમાં દરરોજ સવા લાખથી વધારે કેસ રોજ આવી રહ્ય છે. સ્વાસ્ત્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 1 લાખ 34 હજાર 154 નવા કોરોના કેસ આવ્યા અને 2887 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 2 લાખ 11 હજાર 499 લોકો કોરોનાથી ઠીક થયા છે. એટલે કે વિતેલા દિવસોમાં 80232 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા મંગળવારે 1 લાખ 32 હજાર 788 નવા કેસ સામે આવ્યા હતા અને 3207 લોકોના મોત થયા હતા.


આજે દેશમાં સતત 21માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે છે. 2 જૂન સુધી દેશભરમાં 22 કરોડ 10 લાખ 43 હજાર 693 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 24 લાખ 36 હજાર લોકોને રસી આપવામાં આવી. જ્યારે અત્યાર સુધીમાં કુલ 35 કરોડ 37થી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 21.59 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 6 ટકાથી વધારે છે.


દેશમાં આજે કોરોનાની સ્થિતિ


કુલ કોરોના કેસ - બે કરોડ 84 લાખ 41 હજાર 986


કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 63 લાખ 90 હજાર 584


કુલ એક્ટિવ કેસ - 17 લાખ 13 હજાર 413


કુલ મોત - 3 લાખ 37 હજાર 989


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.18 ટકા છે જ્યારે રિકવરી રેટ 92 ટકાથી વધારે થઈ ગયો છે. એક્ટિવ કેસ ઘટીને 7 ટકાથી ઓછા થઈ ગયા છે. કોરોના એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારત બીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.


નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1333 નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9873 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 4098 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


રાજ્યમાં અત્યાર સુધી 7,75,083 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 26232 પર પહોંચ્યો છે. જેમાંથી 472 દર્દી વેન્ટિલેટર પર અને 28543 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.21  ટકા છે.