નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા સતત પાંચમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 84332 નવા કેસ નોંધાયા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા વણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 4 હજારથી વધુ લોકોના મોત થયા છે.

   


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 84,332 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,21,311 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 4002 લોકોના મોત  થયા છે.




    • કુલ કેસઃ બે કરોડ 93 લાખ 59 હજાર 155

    • કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 79 લાખ 11 હજાર 384

    • એક્ટિવ કેસઃ 10 લાખ 80 હજાર 690

    • કુલ મૃત્યુઆંકઃ 3,67,081









દેશમાં 70 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છ. ભારતમાં સતત 30માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 24 કરોડ 96 લાખથી વધુ  કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 33 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 37 કરોડ 62 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.24 ટકા છે. જ્યારે રિકવરી રેટ 95 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4 ટકાથી ઓછી છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાને છે. વિશ્વમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે.


કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં કોહરામ મચાવ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ચાલુ વર્ષે 1 માર્ચથી અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી બે લાખ કરતાં વધારે લોકોના મોત થયા છે. 2020માં મહામારી શરૂ થયા બાદ દર પાંચમાંથી ત્રણનાં મોત કોરોના વાયરસના કારણે થયા છે. ભારતમાં 1 માર્ચથી રોજના સરેરાશ બે હજાર લોકોના કોરનાથી મોત થયા છે.