નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં  કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. જોકે આજે કોરોનાના કેસને લઈ રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ મૃત્યુઆંક યથાવત્ રહ્યો છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,67,334 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4529 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,89,851 લોકો ઠીક પણ થયા છે.  આજે દેશમાં કોરોનાથી થયેલા મોત અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે.

  • કુલ કેસ-  બે કરોડ 54 લાખ 96 હજાર 330
  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 19 લાખ 86 હજાર 363
  • કુલ એક્ટિવ કેસ - 32 લાખ 26 હજાર 719
  • કુલ મોત - 2 લાખ 83 હજાર 248

છેલ્લા 18 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

કેસ

મોત

18 મે

2,63,553

4329

17 મે

2,81,386

4106

16 મે

3,11,170

4077

15 મે

3,26,098

3890

14 મે

3,43,144

4000

13 મે

3,62,727

4120

12 મે

3,48,421

4205

11 મે

3,29,942

3876

10 મે

3,66,161

3754

9 મે

4,03,738

4092

8 મે

4,07,078

4187

7 મે

4,14,188

3915

6 મે

4,12,262

3980

5 મે

3,82,315

3780

4 મે

3,57,299

3449

3 મે

3,68,147

3417

2 મે

3,92,498

3689

1 મે

4,01,993

3523

 

18 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 58 લાખ 9 હજાર 302 ડોઝ આપવામાં આવ્યા છે.

આ રાજ્યોમાં છે એક લાખથી વધુ એક્ટિવ કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશના આઠ રાજ્યોમાં એક લાખથી વધુ કેસ છે. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ,  તમિલનાડુ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત સહિત 10 રાજ્યોમાં 50 હજારથી એક લાખ એક્ટિવ કેસ છે. 18 રાજ્યોમાં 50 હજારથી ઓછા એક્ટિવ કેસ છે.

 કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ

ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 32,03,01,177 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 18 મે ના રોજ 20,08,926 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.  

એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત

સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.