નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશભરમાં 169 લોકોના મોત થઇ ગયા છે. કોરોનાના કહેરના કારણે કેન્દ્ર સરકારે પોતાના 50 ટકા કર્મચારીઓને ઘરેથી જ કામ કરવાનો આદેશ આપ્યો છે. બાકીના કર્મચારીઓ કાર્યાલયમાં આવતા-જતા રહેશે. કર્મચારી મંત્રાલયે કહ્યુ કે, કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા કેન્દ્રએ ઓફિસમાં આવનારા કર્મચારીઓને કામના કલાકોને અલગ અલગ સમયમાં વહેચવાનો આદેશ આપ્યો છે.









વડાપ્રધાન મોદી આજે રાત્રે આઠ વાગ્યે દેશને સંબોધિત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી આજે લોકડાઉનની જાહેરાત કરશે. જોકે, વડાપ્રધાન ઓફિસના સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન લોક ડાઉનની જાહેરાત નહી કરે.





કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને નૈનીતાલમાં હોટલો 31 માર્ચ સુધી બંધ રહેશે.







નૈનીતાલ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ અસોસિએશનના અધ્યક્ષ દિનેશ શાહે કહ્યું કે, કોરોના વાયરસને ફેલાવતો રોકવા માટે 20 માર્ચથી 31 માર્ચ સુધી હોટલો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.







વડાપ્રધાન મોદી દ્ધારા બનાવવામાં આવેલી ગ્રુપ ઓપ મિનિસ્ટર્સની સ્વાસ્થ્ય મંત્રાલયમાં બેઠક થઇ હતી. બેઠકમાં કેન્દ્રિય સ્વાસ્થ્યમંત્રી ડો હર્ષવર્ધન, વિદેશમંત્રી એસ જયશંકર સામેલ થયા હતા.





મુંબઇમાં કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને શુક્રવારે એસ લોકલ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે.





છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, કોરોના વાયરસને ફેલાવતો રોકવા માટે રાયપુર અને રાજ્યના  અન્ય તમામ નગર નિગમ ક્ષેત્રોમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરવામાં આવી છે







તે સિવાય પંજાબ સરકારના ટ્રાન્સપોર્ટમંત્રી રજિયા સુલતાનાએ જણાવ્યું હતું કે, આજે રાત્રે તમામ સરકારી અને પ્રાઇવેટ બસ બંધ થઇ જશે. તેમણે કહ્યુ કે, આજ રાતથી પંજાબના રસ્તા પર કોઇ સરકારી કે પ્રાઇવેટ બસો દેખાશે નહીં





પુરી જગન્નાથ મંદિરમાં આવતીકાલથી સામાન્ય લોકો પર દર્શન કરવા પ્રતિબંધ લગાવી દીધો છે. ફક્ત કેટલાક પૂજારીઓ જ ભગવાનની પૂજા કરવા મંદિર આવશે.