નવી દિલ્હીઃ કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દલ (સીાઈએસએફ)ના 41 વર્ષના જવાનનું રવિવારે કોરોનાને કારણે મોત થયું છે. તેની સાથે જ આ મહામારીથી જીવ ગુમાવનાર જવાનોની સંખ્યા છ થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં દેશના પાંચ કેન્દ્રીય અર્ધસૈનિક દળો- કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ), સીમા સુરક્ષા દળ (બીએસેફ), ભારત-તિબ્બત સીમા પુલિસ દળ (આઈટીબીપી), કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ), સશસ્ત્ર સીમા દળ (એસએસબી)ના 18 જવાનોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.


રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં થયું મોત

અધિકારીઓએ જણાવ્યું કે, કોન્સ્ટેબલ જિતેન્દ્ર કુમારનું મોત દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં થયું છે. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી અને તાવ આવ્યા બાદ 10 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીઆઈએસએફના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, જવાનને દિલ્હીમાં ડ્યૂટી દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હતો.

આઠમી બટાલિયનમાં તૈનાત હતા જવાન

તેમણે જણાવ્યું કે, જિતેન્દ્ર ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં રહેતા હતા અને સીઆઈએસએફની જયપુર સ્થિત આઠમી બટાલિયનમાં તેમની ડ્યૂટી હતી. સીઆઈએસએફને શોક સંદેશમાં કહ્યું કે, ‘ સીઆઈએસફના ડીજી અનેતમામ જવાન કોરોના યોદ્ધા જિતેન્દ્ર કુમારનું દુઃખદ મોતથી ઉંડા શોકમાં છે છીએ જેમણે પોતાના જીવનથી વધારે કોવિડ-19થી લડવા અને પોતાના કર્તવ્યને પ્રાથમિકતા આપી.’