સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર 15 જૂનના રોજ થયેલ ટકરાવ દરમિયાન ચીને ભલે પ્લાન કરીને આક્રમણ કરવાનો પ્રયત્ન કર્યો હોય પરંતુ પરિણામ તેના માટે પણ ચોંકાવારનું હતું. પછી તે જવાનના નુકસાનનો મામલો હોય કે જવાનોને બંધક બનાવવાની સ્થિતિ હોય.
ભારતની પાસે હતા 15 ચીની જવાન
ઘટનાક્રમ પર સરકારને મોકલવામાં આવેલ રિપોર્ટ સાથે જોડાયેલ સૂત્રો અુસાર જો જીને ભારતના 10 જવાનોનો પકડ્યા તા તો એક સમયે ચીનના પણ 15 જવાનો ભારતના કબ્જામાં હતા. સમાધાન માટે ચાલી રહેલ કવાયતો વચ્ચે ભારતે તેમાંથી મોટાભાગનાને છોડી દીધા જેથી વિવાદ અને તણાવ વધારે ન ભડકે. પરંતુ ચીનની સેનાના એક લેફ્ટનન્ટ કર્નલ રેંક અધિકારીને ત્યાં સુધી ચોડવામાં આવ્યા ન હતા જ્યાં સુધી ચીને ગલવાન ખીમમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલનિંગ પોઈન્ટ 14થી પાછળ હટવા અને પોતાની પાસે રહેલ ભારતીય જવાનોને સુરક્ષિત પરત કરવા પર સમહ થાય.
ચીનને થયું બે ગણું નુકસાન
એબીપી ન્યૂઝને આપેલ એક્સક્લૂસિવ ઇન્ટરવ્યીમાં પૂર્વ સેના પ્રમુખ જનરલ વીકે સિંહે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે ભારતના સૈનિકોને ચીનના સૈનિકોએ પકડ્યા હતાતો તેના પણ અનેક જવાનો ભારતની પાસે હતા. માટે એવું નથી કે ચીને બંદૂકના જોરે અને યુદ્ધબંધી સ્થિતિની સાથે ભારત સાથે કોઈ ભાવતાલ કર્યા હોય. એટલું જ નહીં ભારતે જો 20 જવાનોનો ગુમાવ્યા છે તો નુકસાન ચીનને પણ થયું છે. ભારતીય આકલન અનુસાર અહીં આંકડો બે ગણાંથી પણ વધારે છે.
સૂત્ર અનુસાર શરૂઆતની સ્થિતિમાં ભારતીય સૈનિકો વધારે સંખ્યામાં હતા. પરંતુ બાદમાં ચીનના જવાનોએ પાછળથી વધારે મદદ મગાવી. ત્યાર બાદ 16 બિહારના સૈનિકોની મદદ માટે નજીકના વિસ્તારમાં હાજર ભારતની તોપચી ટુકડીના જવાનો પણ મદદ માટે આવ્યા હતા. અનેક કલાકો સુધી ચાલે આ અથડામણમાં એક સમયે ડઝનો જેટલા ભારતીય જવાનો નાના વિસ્તારમાં, રાતના અંધારામાં અને શૂન્યથી નીચે તાપમાનમાં ચીનની સેનાને ખદેડી રહ્યા હતા.