મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપેએ ગુરુવારે બપોરે કહ્યું કે, તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને સ્વાસ્થ્યમંત્રી આવતીકાલે સાંજે વડાપ્રધાન મોદી સાથે કોરોના વાયરસના મુદ્દે વાત કરશે. નોંધનીય છે કે દેશમાં સતત કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે કેન્દ્ર સરકાર એક્ટિવ થઇ છે. વડાપ્રધાન મોદીએ પણ લોકોને અપીલ કરી છે કે તે ખુલ્લામાં ના જાય, ઘરમાં જ રહે અને વધુમાં વધુ સાવધાની રાખે.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે જ્યારે વિદેશથી પાછા ફરેલા પોતાના પરિવારના સભ્યોને આઇસોલેશનમાં રાખવાનો નિર્ણય કર્યો ત્યારે વડાપ્રધાન મોદીએ તેમના વખાણ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ લખ્યું કે, મુખ્યમંત્રી પોતે લોકો માટે ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે