કેરળમાં 24,ઉત્તરપ્રદેશમાં 14 અને કર્ણાટકમાં 11 કેસ સામે આવ્યા છે. રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસથી આઠ લોકો સંક્રમિત છે. કોરોના વાયરસના કારણે કર્ણાટક, દિલ્હી અને મહારાષ્ટ્રમાં એક-એક લોકોના મોત થયા છે. જ્યારે 14 લોકો આ બિમારીમાંથી સાજા થયા છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને જોતા સરકારે યોગ્ય પગલા ઉઠાવ્યા છે. સ્કૂલ, કોલેજ, યૂનિવર્સિટી, મોલ અને પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે. વધી પડતા ધાર્મિક સ્થળો પર પણ વધારે ભીડ ન થાય તે માટે પગલા ઉઠાવવામાં આવ્યા છે.
પંજાબ સરકારે આજે શોપિંગ મોલ, મ્યૂઝિયમ બંધ કરવાની જાહેરાત કરી છે. ધાર્મિક ડેરાને પોતાના આયોજન અને કાર્યક્રમો સ્થગિત કરવા કહેવામાં આવ્યું છે. મેરેજ પેલેસ સંચાલકોને પણ સૂચના આપવામાં આવી છે કે પાર્ટીઓમાં 50થી વધારે લોકો જમા ન થાય.