CAAને પડકારતી અરજી પર SCમાં કેન્દ્રનો જવાબ- ‘કાયદો મૌલિક અધિકારનું ઉલ્લંઘન નથી કરતો’
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Mar 2020 04:09 PM (IST)
કોર્ટમાં સીએએને પડકારતી 160થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી અને જવાબ દાખલ કરવા કહ્યું હતું.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની બંધારણીયતાને પડકારી અરજી પર કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ આપ્યો હતો. કેન્દ્ર સરકારે કહ્યું કે, આ કાયદો કોઈ પણ મૌલિક અધિકારનું ઉલ્લંઘન કરતો નથી અને તેનાથી બંધારણીય નૈતિકતાનું ઉલ્લંઘન થવાનો કોઈ સવાલ ઉઠતો નથી. સીએએ કેન્દ્ર મનમાની કરી શકે તેવી સત્તા નથી આપતો, નાગરિકતા આ કાયદા હેઠળ નિર્દેશિત નિયમો પ્રમાણે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોર્ટમાં સીએએને પડકારતી 160થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાઓએ રાજસ્થાન અને કેરળ સરકાર પણ છે. મોટાભાગની અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે, આ કાયદો બંધારણની આત્મા વિરુદ્ધ છે. આ ઉપરાંત બંધારણના ધર્મનિરપેક્ષતાનું ઉલ્લંઘન કરે છે. 22 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં તેની સુનાવણી થઈ હતી અને કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી અને જવાબ દાખલ કરવા કહ્યું હતું. નાગરિકતા સંશોધન કાયદો, 2019 પ્રમાણે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનના કારણે 31 ડિસેમ્બર, 2014 સુધી ભારત આવેલા અલ્પસંખ્યક હિંદુ, સિખ, બૌદ્ધ, ઈસાઈ, જૈન અને પારસી સમુદાયના લોકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે. કોરોના વાયરસના કારણે ભારતમાં ત્રીજુ મોત, મહારાષ્ટ્રમાં 64 વર્ષીય વૃદ્ધે જીવ ગુમાવ્યો