નવી દિલ્હીઃ ભારતમાં ધીમે ધીમે કોરોનાનો કહેર વધી રહ્યો છે. દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 4400ને પાર કરી ગઈ છે, જ્યારે 114 લોકોના મોત થયા છે. 326 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસથી મોતને ભેટનારા લોકો સંબંધિત કેટલાક આંકડા જાહેર કર્યા છે.


સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, ભારતમાં કોરોના વાયરસથી મરનારા 63 ટકાની સંખ્યા 60 વર્ષથી વધારે છે. જ્યારે 86 ટકા લોકોમાં પહેલાથી જ ડાયાબિટીઝ, હાઇપરટેન્શન અને હૃદયની બીમારી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે મૃતકોમાં 30 ટકાની ઉંમર 40થી 60 વર્ષ વચ્ચે હતી અને માત્ર 7 ટકા લોકો 40થી ઓછી ઉંમરના હતા.

ભારતમાં કોરોના વાયરસની ઝપેટમાં આવનારા લોકોમાં 76 ટકા લોકો પુરુષ છે અને મૃતકોમાં પણ 73 ટકા પુરુષો છે. સરકારી આંકડા પ્રમાણે કોરોના વાયરસ વૃદ્ધોને સરળતાથી શિકાર બનાવી લે છે.