નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો ખતરો દિવસે દિવસે વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે અનુસાર ભારતમાં કોરોના સંક્રમિતની સંખ્યા વધીને 4281 થઇ ગઇ છે. જેમાં 3851 હાલ એક્ટિવ કેસો છે, જ્યારે 111 લોકોના મોત થઇ ચૂક્યા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે, કુલ કેસમાં 1445 કેસો તબલીગી જમાતના દર્દીઓના છે, અત્યાર સુધી 76 ટકા કેસો પુરુષો અને 24 ટકા કેસો મહિલાઓના છે.



દેશમાં કૉવિડ-19થી અત્યાર સુધી 111 લોકોના મોત થાય છે, હેલ્થ મિનિસ્ટ્રીએ કોરોના વાયરસના દર્દીઓ સાથે જોડાયેલા કેટલાક આંકડા સામે રાખ્યા છે. તે પ્રમાણે 63 ટકા મોત 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓના થયા છે, 30 ટકા મૃતકોની ઉંમર 40 થી 60 વર્ષની છે, અને 7 ટકા પીડિત 40 વર્ષથી ઓછી ઉંમરના છે.

આઇસીએમઆર અનુસાર કોરોના વાયરસ માટે 5 લાખ ટેસ્ટિંગ કિટનો ઓર્ડર કરવામાં આવ્યો છે. 8-9 એપ્રિલે 2.5 લાખ કિટ ડિલીવર થશે.