નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી કોરોનાના કારણે ખતરનાક સ્થિતિમાં પહોંચી ગયુ છે. દિલ્હીમાં જીવલેણ કોરોના વાયરસના કેસો દિવસે દિવસે વધી રહ્યાં છે. એક્ટિવે કેસના મામલે દિલ્હી મહારાષ્ટ્ર બાદ બીજા નંબર પર પહોંચી ગયુ છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આજે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1350 નવા કોરોનાના કેસો નોંધાયા છે.
તાજા આંકડા પ્રમાણે, દિલ્હીમાં સંક્રમિતો દર્દીઓની કુલ સંખ્યા 25 હજારને પાર પહોંચી ગઇ છે. આમાંથી 9 હજાર 989 લોકો ઠીક થઇ ચૂક્યા છે, જ્યારે 14 હજાર 456 લોકો એવા છે, જેની સારવાર હાલ ચાલી રહી છે. દિલ્હીમાં અત્યાર સુધી 650 લોકોના મોત થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 44 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
દેશમાં સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં નોંધાયા છે, આંકડા પ્રમાણે, મહારાષ્ટ્રમાં સંક્રમિતોની કુલ સંખ્યા 77 હજાર 793 છે, આનાથી 33 હજાર 681 લોકો ઠીક થઇ ચૂક્યા છે, જ્યારે 41 હજાર 402 લોકો એવા છે જેનો ઇલાજ ચાલી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ 2 હજાર 710 લોકોના મોત થઇ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 123 લોકોના મોત થયા છે.
કોરોનાના કારણે ખતરનાક સ્થિતિમાં પહોંચ્યુ દિલ્હી, મહારાષ્ટ્ર બાદ સૌથી એક્ટિવ કેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jun 2020 03:51 PM (IST)
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આજે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1350 નવા કોરોનાના કેસો નોંધાયા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -