નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને સાંજે 4 વાગ્યે જાહેર કરેલા આંકડા અનુસાર, 24 કલાકમાં 1780 નવા કેસ સામે આવ્યા છે. કુલ કોરોના પોઝિવ કેસ 33050 છે, જેમાંથી એક્ટિવ કેસ 23651 છે. છેલ્લા 24 કલાકામાં 630 લોકો સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8324 લોકો સાજા થયા છે.


કોરોના વાયરસ વિરુધ્ધની જંગમાં રાહતના સમાચાર એ પણ છે કે, દેશમાં ડબલિંગ રેટની સાથે રિકવરી રેટમાં પણ સુધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે “કોવિડ-19ના દર્દીઓના સ્વસ્થ થવાનો દર છેલ્લા 14 દિવસમાં 13.06 ટકાથી વધીને હવે 25 ટકા થઈ ગયો છે.
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 3.2 ટકા છે. જેમાં 65 ટકા પુરુષ અને 35 ટકા મહિલાઓ સામેલ છે.” તેઓએ જણાવ્યું કે, કોરોનાના કેસ હવે 11 દિવસમાં ડબલ થઈ રહ્યાં છે, લોકડાઉન પહેલા 3.4 દિવસમાં ડબલ થઈ રહ્યાં હતા.