કોરોના વાયરસ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની ચુક્યો છે. ભારતમાં દર્દીની સંખ્યા સતત વધી રહી છે. જેને ધ્યાનમાં રાખી ભારતમાં 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરત કરી દેવામાં આવી છે. લોકો ઘરની બહાર નથી નીકળી રહ્યા. સડકો પર ગાડીઓની સંખ્યા નહીંવત જોવા મળી રહી છે. જેની સીધી અસર પેટ્રોલ-ડીઝલની માંગ પર પડી છે. ક્રૂડ ઓઈલનો ભાવ 30 ડોલરથી નીચે હોવા છતાં ઘરેલુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી રહી નથી. પરિણામે 16 માર્ચે જે ભાવ હતા તે જ ભાવ આજે છે.
IOCL ની વેબસાઈટ પ્રમાણે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં એક લીટર પેટ્રોલની કિંમત ક્રમશઃ 69.59, 72.29, 75.30 અને 72.28 રૂપિયા છે. કેન્દ્ર સરકારે કાનૂનમાં સંશોધન કરીને પેટ્રોલ અને ડીઝલ પર ઉત્પાદન ખર્ચમાં આઠ રૂપિયા પ્રતિ લીટર સુધી વધારો કરવાનો અધિકાર મેળવી લીધો છે. જેના કારણે ભવિષ્યમાં ગમે ત્યારે ભાવ વધારો થઈ શકે છે. જેની સીધી અસર આમ આદમી પર પડશે.
દરરોજ સવારે 6 વાગ્યે નક્કી થાય છે ભાવ
રોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ થાય છે. સવારે ચ વાગ્યાથી નવા દર લાગુ કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો ઉમેર્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઈ જાય છે.