નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશની યોગી સરકારે એક ખાસ આદેશ આપ્યો છે. ઉત્તરપ્રદેશના શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને રાજ્યના દરેક સ્કૂલો, વિદ્યાલયો, શાળાઓ, પ્રાઇવેટ અને પબ્લિક સ્કૂલોમાં આદેશ આપી દીધો છે કે બધા વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના જ પાસ કરી દેવામાં આવે. સરકારે પગલુ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લીધુ છે.



યુપીના શિક્ષણ વિભાગના સચિવ રેણુકા કુમારે આ અંગે જણાવ્યુ કે રાજ્યમાં દરેક સ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના જ આગળના વર્ગમાં પ્રોન્નત કરી દેવામાં આવશે.



સુત્રો અનુસાર, કોરોના વાયરસના કહેરના કારણે યુપી સરકારે બદી વિદ્યાલયોને બે એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ જાહેર કરી દીધો છે. જ્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગ સાથે જોડાયેલી તમામ સ્કૂલોમાં એક એપ્રિલથી નવુ સત્ર શરૂ થઇ રહ્યું છે.



પહેલા ધોરણ એકથી આઠમી સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ 16 થી 23 માર્ચની વચ્ચે યોજાવવાની હતી, જેને વધારીને 23 થી 28 માર્ચ કરી દેવામાં આવી હતી, પણ હવે તંત્રએ બે એપ્રિલ સુધી રજાઓ લંબાવી દીધી છે. જેના કારણે શાસનના ઉપર મુખ્ય સચિવે સ્કૂલ શિક્ષણના મહાનિર્દેશકને સ્કૂલોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે, અને વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો છે. આમ હવે યુપીમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિનાજ આગળના ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે.