નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઇને ભારત સરકાર ચિંતામાં મુકાઇ છે, કેમકે દેશભરરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને હવે 137એ પહોંચી ગઇ છે, જેમાં 24 લોકો વિદેશી મૂળના સામેલ છે. સાથે સાથે કોરોનાને લઇને ભારતમાં ત્રણ મૃત્યુ પામવાના કેસ પણ સામે આવ્યા છે. અહીં અમે તમને ભારતમાં કયા રાજ્યમાં કોરોનાના કેટલા દર્દીઓ છે અને કેટલા ઠીક થઇ ચૂક્યા છે, તે બતાવી રહ્યાં છીએ.......




કેટલા રાજ્યોમાં કેટલા દર્દીઓ ને કેટલા થયા ઠીક?
રિપોર્ટ પ્રમાણે, ભારતમાં કોરોનાના 137 દર્દીઓ છે અને 14 દર્દીઓ ઠીક થઇ ચૂક્યા છે.

- દિલ્હીમાં 8 કેસ, 2 લોકો ઠીક થઇ ચૂક્યા છે
- કર્ણાટકામાં 11 કેસ, 1 વ્યક્તિ ઠીક થઇ ચૂક્યો છે
- કેરાલામાં 26 કેસ, 3 લોકો ઠીક થઇ ચૂક્યા છે
- યુપીમાં 15 કેસ, 5 લોકો ઠીક થઇ ચૂક્યા છે
- મહારાષ્ટ્રમાં 36 કેસ
- લદ્દાખમાં 6 કેસ
- જમ્મુ-કાશ્મીરમાં 3 કેસ
- તેલંગાણામાં 5 કેસ
- રાજસ્થાનમાં 4 કેસ
- તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પંજાબમાં 1-1 કેસ
- ઓડિશામાં 1 કેસ
- હરિયાણામાં 15 કેસ
- ઉત્તરાખંડમાં 1 કેસ



કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને જોતા સરકારે યોગ્ય પગલા ઉઠાવ્યા છે. સ્કૂલ, કોલેજ, યૂનિવર્સિટી, મોલ અને પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે. વધી પડતા ધાર્મિક સ્થળો પર પણ વધારે ભીડ ન થાય તે માટે પગલા ઉઠાવવામાં આવ્યા છે.