નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાની અસર સતત વધી રહી છે. ભારતમાં અત્યાર સુધી 147 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે, જેમાં ત્રણ વ્યક્તિએ પોતાના જીવ પણ ગુમાવી દીધા છે. કોરોના એકદમ ખતરનાક અને જીવલેણ બિમારી છે. કોરોના વાયરસના લક્ષણો વિશે કેટલાક રિસર્ચરોએ રિસર્ચ કર્યુ છે, તે પ્રમાણે ત્રણ લક્ષણો ખાસ છે.




જર્નલ એનલ ઓફ ઇન્ટરનલ મેડિસિનની એક રિપોર્ટ અને રિસર્ચરોના રિસર્ચ પ્રમાણે કોરોના વાયરસ ક્યારે લાગુ પડે છે, તેના ત્રણ લક્ષણો મુખ્ય છે. શોધકર્તાઓના જણાવ્યા પ્રમાણે પાંચ દિવસની અંદર કોઇપણ વ્યક્તિને અહીં બતાવેલા ત્રણ લક્ષણો જણાય તો સમજી લેવુ કોરોનાની અસર ચાલુ થઇ ગઇ છે.



1. અમેરિકન રિસર્ચરો દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટમાં કહેવાયુ છે કે કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા બાદ પહેલા પાંચ દિવસમાં વ્યક્તિને સુકી ખાંસી-ઉધરસ આવવાનુ શરૂ થઇ જાય છે.

2. દર્દીને વધારે પડતો તાવ ચઢવા લાગે છે, અને તેના શરીરનું તાપમાન એકદમ વધી જાય છે. અત્યાર સુધી ઘણાં હેલ્થ એક્સપર્ટ કોરોનાના વાયરસમાં વધારે તાવ ચઢવાનો દાવો કરી ચૂક્યા છે.

3. કોરોના વાયરસ થાય ત્યારે પહેલા પાંચ દિવસમાં માણસને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્વાસની તકલીફ ફેફસામાં લાળ ફેલાવવાના કારણે થાય છે.

ખાસ વાત છે કે, નેશનલ હેલ્થ સેન્ટર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ કોરોનાના આ જ લક્ષણો બતાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રિસર્ચરોએ આ ખાસ રિસર્ચ ચીનના વુહાન શહેરની બહાર લગભગ 50 વિસ્તારોમાં કર્યુ હતુ. હેલ્થ એક્સપર્ટે આ દરમિયાન લોકોને 14 દિવસ સુધી સેલ્ફ આઇસૉલેટમાં રહેવાની પણ સલાહ આપી છે.