મંગળવારે આવેલા રિપોર્ટ પ્રમાણે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા હવે 147 એ પહોંચી છે, આમાં 24 લોકો વિદેશી મુળના છે. દિલ્હી, કર્ણાટકા અને મહારાષ્ટ્રમાં એક-એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે.
કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને જોતા સરકારે યોગ્ય પગલા ઉઠાવ્યા છે. સ્કૂલ, કોલેજ, યૂનિવર્સિટી, મોલ અને પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે. વધી પડતા ધાર્મિક સ્થળો પર પણ વધારે ભીડ ન થાય તે માટે પગલા ઉઠાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનો ચેપ હવે ભારતીય સેનામાં પણ લાગી ગયો છે. લદ્દાખમાં હાર એક સૈનિકને કોરોના વાયરસ પોઝિટિવ મળી આવ્યો છે. આ સેનામાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ છે. સેનાના સૂત્રો અનુસાર, કોવિડ 19 પોઝિટિવ મળી આવેલ સૈનિકના પિતા હાલમાં જ ઈરાનથી તીર્થયાત્રા કરીને પરત ફર્યા હતા.