MSME માટે સરકારના 6 મોટા નિર્ણય, ગેરંટી વગર 3 લાખ કરોડ રૂપિયાની આપશે લોન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 May 2020 04:42 PM (IST)
નિર્મલા સીતારમણે કહ્યું કે, 6 મોટા પગલા MSME માટે લેવામાં આવ્યા છે. MSMEને ત્રણ લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે.
નવી દિલ્હી: આર્થિક પેકેજને લઈ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ પોતાનું વિઝન મૂક્યું છે. તેમણે કહ્યું તમામ પગલા આત્મનિર્ભર ભારત બનાવવા માટે ઉઠાવવામાં આવી રહ્યાં છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, 6 મોટા પગલા MSME માટે લેવામાં આવ્યા છે. માઈક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ( MSME) માટે ગેરંટી વગર ત્રણ લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે, તેનાથી 45 લાખ MSME યૂનિટ્સને લાભ થશે. સંકટમાં ફસાયેલા MSME માટે 20 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. બે લાખ MSME ને થશે ફાયદો. MSME જે સક્ષમ છે, પરંતુ કોરોનાના કારણે મુશ્કેલીમાં છે તેમને બિઝનેસના વિસ્તરણ માટે 10,000 કરોડ રૂપિયાનું ફંડ્સ ઓફ ફંડના માધ્યમથી સહયોગ આપવામાં આવશે. ઈમરજન્સી ક્રેડિટ લાઈન હેઠળ નાના અને મધ્યમ ઉદ્યોગોને બેન્ક અને નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ દ્વારા બાકી લોન માંથી 20 ટકા લોન લઈ શકશે. 20 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેનાથી NPA અને સંકટનો સામનો કરી રહેલા MSMEને લાભ થશે.