નવી દિલ્હીઃ દેશભરમાં હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે, સરકારે પ્રથમ તબક્કા બાદ બીજા તબક્કાનું લૉકડાઉન આપ્યુ છે, અને દેશમાં કોરોનાની સંખ્યમાં ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળ સરકારે લૉકડાઉનને જવાબદાર ગણ્યુ છે.


સરકારે દાવો કર્યો છે કે લૉકડાઉનના કારણે દેશમાં દેશમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાયો છે. સરકારના મતે સંક્રમણને રોકરવામાં લૉકડાઉન કારગર સાબિત થયું છે, અને સંક્રમણની સ્પીડ ઘટી છે.

સુત્રો અનુસાર રેપિડ એન્ટીબૉડી ટેસ્ટને લઇને આગામી બે-ત્રણ દિવસમાં આઇસીએમઆર નવી ગાઇડલાઇન જાહેર કરી શકે છે.

હાલ દેશમાં લૉકડાઉનનો એક મહિનો થઇ ગયો છે, આ દરમિયાન કોરોના સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 21 હજારને પાર પહોંચી ગઇ છે. પણ સરકારનું કહેવુ છે કે દેશમાં લૉકડાઉનથી વધુ ફાયદો થયો છે. આ દાવો સરકારે દાવા ગઠીત કરવામાં આવેલી એમ્પાવર્ડ ગ્રુપોમાંના એકના ચેરમેન સી કે મિશ્રાએ કર્યો છે.



મિશ્રાએ આંકડામાં બતાવ્યું.....
દેશમાં 22 એપ્રિલ સુધી 5 લાખથી વધુ RT PCR ટેસ્ટ થઇ ચૂક્યા છે, જ્યારે સંક્રમણનો આંકડો લગભગ 21700 છે.

લૉકડાઉનની શરૂઆતમાં 24 માર્ચથી લગભગ 15000 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે તે દિવસો સુધી સંક્રમિતો લોકોની સંખ્યા લગભગ 600 હતી, જે કુલ ટેસ્ટના લગભગ 4.5% હતી, વળી. 22 એપ્રિલ સુધી થયેલા 5 લાખ ટેસ્ટમાં સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 21700 છે, અને આ પણ કુલ ટેસ્ટનો લગભગ 4.5 % જ છે.

સરકાર તરફથી સી કે મિશ્રાએ કહ્યું કે, સતત ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી રહી છે. સી કે મિશ્રાએ બીજા દેશોના આંકડા આપતા કહ્યું કે જ્યારે 26 માર્ચે અમેરિકામાં 5 લાખ ટેસ્ટ પુરા થયા ત્યારે સંક્રમણ 80 હજાર થઇ ચૂક્યુ હતુ. આમ અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં લૉકડાઉનના કારણે કોરોના સંક્રમણમાં જોરદાર ઘટાડો આવ્યો છે.