કૉવિડ-19 મહામારીની વચ્ચે અત્યારે સોશ્યલ મીડિયામાં વર્લ્ડ લીડરના ફોલોઅર્સ સતત વધી રહ્યાં છે. વડાપ્રધાન મોદીના ખાનગી પેજ પર 4.5 કરોડ લાઇક્સ છે, આની માહિતી વૈશ્વિક સંચાર એજન્સી બીસીડબલ્યૂ (બર્સન કોહન એન્ડ વૉલ્ફ)એ નવા રિપોર્ટ વર્લ્ડ લીડર ઓન ફેસબુકમાં આપી છે.
રિપોર્ટ પ્રમાણે, ટ્રમ્પ ફેસબુક પર બીજા નંબરના સૌથી પૉપ્યુલર નેતા છે, જેને લગભગ 2.7 કરોડ લાઇક્સ મળ્યા છે, અને જોર્ડનના ક્વિન રાનીયા ત્રીજા નંબરના સ્થાને છે, જેને 1.68 કરોડ લાઇક્સ મળી છે.
આ વર્ષે ફેબુઆરીમાં ભારત યાત્રા કરતા પહેલા ટ્રમ્પે ફેસબુક પર પોતાને નંબર વન ગણાવ્યા હતા. તેમને ટ્વીટ કરીને કહ્યું હતુ કે આ સન્માનની વાત છે કે માર્ક ઝૂકરબર્ગે તાજેતરમાં કહ્યું હતુ કે ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબુક પર નંબર વન છે. નંબર બે ભારતના વડાપ્રધાન મોદી છે. વાસ્તવામાં બે અઠવાડિયામાં ભારતના પ્રવાસે જવાનો છું, આ માટે ઉત્સાહિત છું.
આ રિપોર્ટ તૈયાર કરવા માટે એજન્સીએ માર્ચના મહિનામાં વર્લ્ડના નેતાઓના 721 ફેસબુક પેજનુ અધ્યયન કર્યુ છે. રિસર્ચમાં ખબર પડી કે માત્ર માર્ચ મહિનામાં પેજ લાઇક્સમાં 3.7 ટકાનો વધારો થયો છે. જે છેલ્લા 12 મહિનાની સરખામણીથી અડધો છે.
આ દરમિયાન ઇટાલીના વડાપ્રધાન ગ્યૂસેપ કોન્ટે અને ઓસ્ટ્રિયા, એસ્ટોનિયા અને ઇટાલીની સરકારેના ફેસબુક પેજને બે ગણી લાઇક્સ અને ફોલોઅર્સ મળ્યા છે.