કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, પંખો કે એસી-કૂલર ચલાવો ત્યારે રૂમની બારી થોડી ખુલી રાખો. તેનાથી હવા દ્વારા ચેપ થવાની સંભાવના ઘટશે. ઓફિસ, હોસ્પિટલ અને મોટા સેટ -અપવાળી અન્ય જગ્યાઓ માટે, અશુદ્ધ હવા બહાર કાઢવા અને ફ્રેશ હવા અંદર આવે તેવી વ્યવસ્થા રાખો.
આ માર્ગદર્શિકા ભારતની હીટિંગ, રેફ્રિજરેટિંગ અને એર કંડિશનિંગ એન્જિનિયર્સ સોસાયટી (ISHRAE) ની મદદથી તૈયાર કરવામાં આવી છે. 1981 માં બનેલ અને 41 શહેરોમાં હાજર આ સોસાયટી સાથે સંકળાયેલા 29 હજાર એન્જિનિયરો છે. (ISHRAE)એ ચીનનાં 100 શહેરોમાં થયેલા અભ્યાસનો હવાલો આપ્યો હતો, દાવો કર્યો હતો કે વધારે તાપમાન પર હવાથી સંક્રમણ ઘટી શકે છે. હવાથી ચેપ ન ફેલાય તે માટે બહારની હવા અંદર આવે અને અંદરની હવાને બહાર કાઢવી જરૂરી છે.
સરકારની ગાઈડલાઈન પ્રમાણે, એસીનું તાપમાન 24 થી 30 ડિગ્રી રાખો. ભેજ ઘટાડવા માટે ઓરડાના તાપમાનને 24 થી 30 ડિગ્રી રાખો. જો ગરમી લાગે છે તો પછી પંખો પણ ચલાવો, જેથી રૂમમાં ઠંડક ફેલાય. વિંડોને સહેજ ખોલો જેથી કુદરતી હવાની આવન જાવન ચાલુ રહે.
-કુલરને બહારની ફ્રેશ હવા મળવી જોઈએ, બાકીનું પાણી બહાર કાઢી નાખો, ઓરડાની બારીઓને સહેજ ખુલ્લી રાખો જેથી કુલરથી બનેલો ભેજ બહાર નીકળી શકે. કુલરની નિયમિત સફાઈનું ધ્યાન રાખો.
- પંખાનો ઉપયોગ કરતી વખતે બારીઓ ખુલ્લી રાખવી અને એક્ઝોસ્ટ ફેન પણ ચલાવો, જેથી વેન્ટિલેશન રહે.
(ISHRAE) અનુસાર, 7-8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં હવાથી સંક્રમણ સૌથી વધુ છે. કોરોના વાયરસ 4 ડિગ્રી સેલ્સિયસ પર 14 દિવસ સુધી જીવીત રહી શકે છે. જ્યારે 20-24 ડિગ્રી પર સંક્રમણની ગતિ ઓછી થવા લાગે છે. 30 ડિગ્રી પર તે વધુ ઘટાડો થાય છે. 37 ડિગ્રી પર એક દિવસ જીવીત રહે છે. જો વાયરસ 56 ડિગ્રી એચ.જી. હોય તો 30 મિનિટ સુધી વાયરસ જીવંત રહી શકે છે. ગરમીમાં વધારો થતાં ચેપની ગતિમાં પણ તીવ્ર ઘટાડો થશે.