કેંદ્ર સરકાર દ્વારા બહાર ફસાયેલા લોકોને પોતાના રાજ્યમાં આવવાની મંજૂરી આપ્યા બાદ બિહારના ઉપમ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ બીજા રાજ્યમાં ફસાયેલા લોકોને લાવવા માટે ખાસ ટ્રેન ચલાવવાની માંગ કરી છે. સુશીલ મોદીએ કહ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન અને બાહર ફસાયેલા વિદ્યાર્થીઓ અને પ્રવાસી મજૂર અને લોકોને બસથી લાવવામાં આશરે છથી સાત દિવસ લાગી જશે. એટલે ભારત સરકારને માંગ કરુ છુ કે બિહારની બહાર ફસાયેલા લોકો માટે ખાસ ટ્રેન ચલાવવામાં આવે.
બિહાર સરકારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ એ પણ સ્પષ્ટ કર્યું કે બિહાર બહારના 27 લાખ લોકોએ બિહારના મુખ્યમંત્રી પાસે સહાયતા માટે આવેદન કર્યું છે, તેમાંથી પાંચ લાખ લોકો દિલ્હીમાં છે. મહારાષ્ટ્રથી 2 લાખ 68 હજાર, કર્ણાટકથી એક લાખથી વધુ લોકોએ આવેદન કર્યું છે. એટલે આ લોકોને બસથી લાવવામાં મહિનાઓ લાગી જશે. એટેલે જો સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવશે તો તેઓ જલ્દી પોતાના રાજ્યમાં આવી શકશે. રાજ્યમાં બહારથી આવનારા લોકો માટે 19 નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.