નવી દિલ્હી: ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લાવવા માટે ભારત સરકારે પ્રયાસ શરૂ કર્યા છે. ઈરાનની ભારતમાં 6 ફ્લાઈટ આવે છે. ત્રણ ફ્લાઈટ મુંબઈમાં અને ત્રણ ફ્લાઈટ દિલ્હીમાં આવે છે. આ તમામ ફ્લાઈટ હાલ રદ્દ છે. પરંતુ હવે ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લાવવા માટે ભારત સરકાર કેટલાક નિર્ણયો કરી રહી છે.

જેને લઈને નાગરિક ઉડ્ડયન સચિવ પ્રદીપ ખોરોલાએ કહ્યું કેટલાક ઈરાનના લોકો અહીં છે અને કેટલાક આપણા લોકો ત્યાં છે. આ અંગે અમે અહીંના સ્વાસ્થ્ય મંત્રાલય અને વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો અને સાથે જ ઈરાનના રાજદૂત સાતે પણ સંપર્ક કર્યો છે.

ખોરોલાએ કહ્યું કે અમે ઈરાનને તેમની ફ્લાઈટમાં ભારતમાં આવવા માટે મંજૂરી આપશું. તે ભારતના નાગરિકોને લઈને આવશે અને તેમના નાગરિકોને આ ફ્લાઈટમાં પરત લઈ જશે. તેમાં પણ અમે સાવચેતી રાખશું. આ નક્કી કરવામાં આવશે કે એ ભારતીયો સ્વસ્થ છે. આ વિશે અમે યોજના બનાવી છે કે સ્વાસ્થ્ય મંત્રાલયે જે ઈરાનમાં લેબ બનાવી છે તેમાં તેના ટેસ્ટ થશે.

પ્રદીપ ખોરોલા મુજબ ભારતીય નાગરિકોને લાવવા માટે બે પગલાઓ ઉઠાવાશે. પ્રથમ કે ઈન્ડિયન ટીમ એક્સપર્ટની ત્યાં જશે અને લેબ બનાવશે. બીજો એ કે અમે આપણા ભારતીય નાગરિકોને સેમ્પલ ત્યાંથી લેશું અને પહેલી ફ્લાઈટ જે આવશે તેમાં આ સેમ્પલ લવાશે. એક જ દિવસમાં તેનો ટેસ્ટ કરવામાં આવશે. તેને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. અમે ઈરાનના અધિકારીઓ અને પોતાના રાજદૂત સાથે સંપર્કમાં છીએ. જ્યારે પ્રથમ ફ્લાઈટ આજે આવવાની શક્યતા છે અને તે ભારતીયોના સેમ્પલ લઈને આવશે.