નવી દિલ્હીઃ દિલ્હી હિંસા સાથે જોડાયેલ મોટા સમાચાચર સામે આવ્યા છે. સૂત્રો અનુસાર અનેક પોલિસ અધિકારીઓ પર કાર્રવાઈ થઈ શકે છે. દિલ્હી પોલીસ પ્રશાસનમાં અનેક મોટા ફેરફાર કરવાની તૈયારી છે. તેની સાથે જ તેની તપાસના પણ આદેશ આપવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ગૃહ મંત્રાલયની પાસે હિંસા સાથે જોડાયેલ રિપોર્ટ આવી ગયો છે.


આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી પોલીસ હિંસાને અટકાવી ન શકી. સૂત્રો અનુસાર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગુપ્ત જાણકારી હોવા છતાં દિલ્હી પોલિસ સ્થિતિને સંભાળવામાં નિષ્ફળ રહી. સૂત્રો અનુસાર આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસની પ્રારંભિક પ્રક્રિયા ખૂબ જ નબળી હતી, પોલીસને જે એક્શન લેવા જોઈએ તે ન લીધા.

રિપોર્ટમાં 22 ફેબ્રુઆરીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 22 ફેબ્રુઆરીની રાતે જાફરાબાદ મેટ્રો સ્ટેશનનની નીચે પોલીસ મહિલાઓને હટાવી ન શકી. ગુપ્ત જાણકારી હોવા છતાં પોલીસ કંઈ ન કરી શકી. તેની સાથે જ બહારના લકોને દિલ્હીમાં ઘુસીને હિંસા કરવાથી અટકાવવામાં પોલીસ નિષ્ફળ રહી.