નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે ગઈકાલે પીએમ મોદીએ લોકડાઉન 3 મે સુધી વધારવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, સંક્રમણને રોકવા માટે લોકડાઉનના પ્રભાવિ પરિણામ ળી રહ્યા છે. પીએમ મોદીએ અંદાજે 25 મિનિટના રાષ્ટ્રના નામે સંબોધનમાં કહ્યું કે, બીજા તબક્કામાં લોકડાઉનને કડકાઈથી પાલન સુનિશ્ચિત કરવામાં આવસે અને આજે આ મામલે વિસ્તૃત ગાઈડલાઈન બહાર પાડવામાં આવસે જેથી સુનિશ્ચિત કરી શકાય કે તે નવા વિસ્તારમાં ન ફેલાય.

20 એપ્રિલ બાદ આપવામાં આવી શકે છે કેટલીક રાહત

પીએમ મોદીએ કહ્યું કે, જે વિસ્તારમાં સ્થિતિ ખરાબ થવાની શક્યતા નથી ત્યાં 20 એપ્રિલ બાદ કેટલીક રાહત આપવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, આગામી એક સપ્તાહમાં કોરોના વિરૂદ્ધ લડાઈમાં કડકાઈથી પગલા લેવામાં આવશે. 20 એપ્રિલ સુધી દરેક વિસ્તાર, તાલુકા, જિલ્લા, રાજ્યમાં જોવામાં આવશે કે ત્યાં લોકડાઉનનું કેવી રીતે પાલન કરવામાં આવે છે અને એ વિસ્તારને ખુદને કોરોનાથી કેટલું બચાવી રાખ્યું છે.

મોદીએ કહ્યું કે, જે વિસ્તાર આ અગ્નિ પરીક્ષામાં સફળ થશે, જે હોટસ્પોટ (વધારે ખરાબ સ્થિતિવાળા વિસ્તાર)માં નહીં હોય, અને જે હોટસ્પોટમાં બદલવાની શક્યતા પણ ઓછી હશે ત્યાં 20 એપ્રિલથી કેટલીક જરૂરી ગતિવિધિઓ માટે મંજૂરી આપવામાં આવી શકે છે.

3 મે સુધી સંપૂર્ણ શ્રદ્ધા સાથે લોકડાઉનના નિયમોનું પાલન કરો- મોદી

નોંધનીય છે કો, કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લાગુ કરવામાં આવેલ 21 દિવસનાં લોકડાઉનનો પ્રથમ તબક્કો 14 એપ્રિલને પૂરો થઈ ગયો. તેમણે નાગરિકોને કહ્યું કે, 3 મે સુધી સંપૂર્ણ શ્રદ્ધાની સાથે લોકડાઉનના નિયમોનું પાલન કરો. જ્યાં છો ત્યાં જ રહો, સુરક્ષિત રહો. મોદીએ કહ્યું કે, રાજ્યો અને નિષ્ણાંતો સાથે ચર્ચા અને વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખતા ભારતમાં લોકડાઉનને હવે 3 મે સુધી આગળ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.