આ પહેલા સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર 31 માર્ચ સુધી રોક લગાવી દીધી હતી. પરંતુ હવે તેને વધારીને 14 એપ્રિલ સુધી કરવામાં આવી છે. જો કે, આ દરમિયાન વિશેષ મંજૂરી પ્રાપ્ત વિમાનો અને કાર્ગો વિમાનોની અવરજવર પર કોઈ રોક લગાવી નથી. સૂત્રો અનુસાર, 14 એપ્રિલ સુધીની સ્થિતિ બાદ સરકાર આ અંગે કોઈ પણ નિર્ણય લેશે.
દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 649 થઈ ગઈ છે. જ્યારે 13 લોકોના મોત થયા છે. સારવાર બાદ 43 દર્દી રિકવર થઈ ગયા છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં 128 છે.