કોરોના નિયમમાં થયેર ફેરફારને સમજો
* નવી ગાઈડલાઇન અનુસાર માઈલ્ડ એટલે કે હલકા લક્ષણવાળા દર્દીને 3 દિવસ સુધી તાવ ન આવે તો 10 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે.
* થોડા ગંભીર લક્ષણવાળા દર્દીને તાવ જો 3 દિવસમાં ઉતરી જાય અને આગામી 4 દિવસ સુધી શરીરમાં ઓક્સીજન 95 ટકાથી વધારે રહે તો એવા દર્દીને 10 દિવસ બાદ ડિસ્ચાર્જ કરી શકાય છે.
* જ્યારે ત્રીજી કેટેગરી એટલે કે ગંભીર દર્દી જે ઓક્સીજન સપોર્ટ પર છે, તેને લક્ષણ દૂર થયા બાદ જ ડિસ્ચાર્જ કરવામાં આવશે.
* ઉપરાંત ટ્રાન્સપ્લાન્ટ, એચઆઈવી પેશન્ટ અથવા ગંભીર બીમારીવાળા દર્દી જ્યારાં સુધી ક્લીનિકલી રિકવર ન થાય અને તેમનો આરટી પીસીઆર ટેસ્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેને ડિસ્ચાર્જ કવામાં નહીં આવે.
* સૌથી મોટી વાત ડિસ્ચાર્જ થયા બાદ દર્દીને આગામી 7 દિવસમાં હોમ કોરેન્ટીનમાં રેહવાનું છે જે પહેલા 14 દિવસ હતું. આ દરમિયાન જો ફરીથી લક્ષણ જોવા મળે તો કોવિડ કેયર સેન્ટર અથવા હેલ્પલાઈન પર સંપર્ક કરવાનો રહેશે.