કોરોના વાયરસની સૌથી વધુ અસર કેરાલામાં પડી છે, કેરાલામાં આઠ નવા કેસો મળી આવતા રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 14 થઇ ગઇ છે. કેરાલા સરકારે તાત્કાલિક એક્શન લઇને રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સિનેમાઘરોને બંધ કરવાનો આદેશ આપી દીધો છે.
મુખ્યમંત્રી પિનરાઇ વિજયને મંગળવારે મંત્રીમંડળની એક ખાસ બેઠક બોલાવી હતી, અને કહ્યું હતું કે, 1116 લોકો જુદીજુદી હૉસ્પીટલોમાં 149 આઇસૉલેશન વૉર્ડમાં નજર હેઠળ છે, જ્યારે 967ને ઘરે જ સારવાર અપાઇ રહી છે.