તેમણે ટ્વિટ કરીને લખ્યું, થોડા દિવસો પહેલા કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ એક સપ્તાહથી મારા નિવાસ સ્થાને કોરન્ટાઈન હતો. છેલ્લા બે દિવસથી કોરોનાના થોડા લક્ષણ જણાયા બાદ આજે કોરોના ટેસ્ટ કરાવ્યો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરોની સલાહ પર હું મારા સરકારી નિવાસ સ્થાને આઇસોલેટ છું.
આ પહેલા હિમાચલ પ્રદેશના શહેરી વિકાસ મંત્રી સુરેશ ભારદ્વાજનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેઓ 2 ઓક્ટોબરથી હોમ કોરન્ટાઈન છે. હિમાચલ પ્રદેશમાં કોરોનાના 2,687 એક્ટિવ કેસ છે. જ્યારે 14,471 લોકો કોરોના મુક્ત થઈ ગયા છે. રાજ્યમાં 250 લોકોના કોરોનાથી મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 66,732 નવા કોવિડ-19 કેસ નોંધાયા હતા અને 816 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 71,20,539 પર પહોંચી છે. જેમાંથી 8,61,853 એક્ટિવ કેસ છે અને 61,49,536 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1,09,150 પર પહોંચ્યો છે.
તમિલની આ જાણીતી એક્ટ્રેસ કોંગ્રેસ છોડીને ભાજપમાં થઈ સામેલ, સોનિયા ગાંધીને પત્ર લખીને કરી હતી આ વાત