મુંબઈઃ ગ્રીડ ફેલ થવાને કારણે મુંબઈના મોટાભાગના વિસ્તારમાં વીજળની સપ્લાઈ ઠપ થઈ ગઈ છે. કહેવાય છે કે, સમગ્ર મુંબઈમાં ક્યાંય પણ વીજળી નથી. વીજળી ઠાણે વિસ્તારમાં પમ નથી. શહેરમાં ક્યાં સુધીમાં વીજળી આવશે તેના વિશે હાલમાં કંઈ ચોક્કસ કહેવામાં નથી આવી રહ્યું. આ મામલે બેસ્ટ ઇલેક્ટ્રિસિટીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, ટાટા ઇનકમિંગની વીજળી સપ્લાઈ અવરોધાવાને કારણે વીજળી શહેરને નથી મળી રહી.


વીજળી જવાથી ત્રમ જિલ્લા મુંબઈ, નવી મુંબઈ અને ઠાણેમાં વીજળી સપ્લાઈ ઠપ છે. મુંબઈ 24 કલાક વીજળી માટે ઓળખાય છે. આટલા મોટા પાયે અહીં ક્યારેય વીજળી ઠપ નથી રહી. કહેવાય છે કે, વીજળી જવાને કારણે લોકલ ટ્રેનને પણ અસર થઈ છે. વીજળી સપ્લાઈ ફરીથી ઠીક થવામાં સમય લાગી શકે છે.

અચાનક વીજળી જવાથી મુંબઈમાં અફરાતફરીની સ્થિતિ ઉભી થઈ છે. જાણકારી અનુસાર મુંબઈના ટ્રાફિક સિગ્નલ કામ નથી કરી રહ્યા. લોકલ રેલ્વે સેવાના તમામ સિગ્નલ પણ બંધ પડ્યા છે. જે ટ્રેન જ્યાં હતી ત્યાં જ ઉભી છે. પ્રવાસીઓને યોગ્ય જાણકારી ન મળવાને કારણે પરેશાન થઈ રહ્યા છે. પાવર બેકઅપ વગરની હોસ્પિટલમાં પણ સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ છે.

ઠાણે નજીક કલવાથી પડધે સુધી પાવર સપ્લાઈમાં થયેલ મલ્ટિપલ ટ્રીપિંગને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રીઝનમાં વીજળી નથી. 380 મેગાવોટ પાવર અવરોધાઈ છે. વીજળી પૂરી રીતે આવતા હજુ બેથી અઢી કલાક સુધીનો સમય લાગી શકે છે.