નવી દિલ્હીઃ ચીનના ફૂજિયાન પ્રાન્તમાં શનિવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ચીનના સતાવાર મીડિયા અનુસાર કુઆનજો શહેરમાં આવેલી સિનજિયા હોટલ શનિવારે ધરાશાયી થઇ ગઇ હતી. આ ઘટનામાં 70 લોકો દટાઇ ગયાનું કહેવામાં આવી રહ્યુ છે.

એક રિપોર્ટ અનુસાર, 80 રૂમની આ હોટલમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સારવાર ચાલી રહી હતી. ઘટના બાદ વ્યાપક સ્તર પર રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે રેસ્ક્યૂમાં 23 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ 70 લોકો હજુ પણ ફસાયા હોવાની વાત કહેવામાં આવી રહી છે.

ચીની મીડિયાના મતે 80 રૂમની આ હોટલ જૂન 2018માં ખોલવામાં આવી હતી અને હાલમાં તેને કોરોના વાયરસના પ્રકોપના શિકાર લોકોની સારવાર માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.