આઈબીએફે કહ્યું કે, લોકડાઉન દરમિયાન યૂઝર્સને સોની નેટવર્કની સોની પલ, ઝી ટીવીની ઝી અનમોલ, Star Indiaની Star Utsav અને કલરની કલર્સ રિશ્તે ચેનલ બે મહિના માટે ફ્રીમાં જોઈ શકાશે.
IBFએ એક નિવેદનમાં કહ્યું કે કોરોના વાયરસ મહામારીને કારણે ઉદ્યોગની જાહેરાતની આવક પર અસર પડશે. તેને કારણે તેના સભ્ય અનિશ્ચિતતાના સમયમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ આ ખરાબ સમયમાં લોકોની મદદ કરવા માટે તેઓ સરકારની સાથે છે.
ગ્રાહકોએ પહેલા Sony Pal માટે 1 રૂપિયો ચૂકવવો પડતો હતો. Star Utsav ચેનલ માટે પણ 1 રૂપિયો આપીને મહિના સુધી જોઈ શકાતી હતી. બીજી તરફ, Zee Anmolની કિંમત પહેલા 0.10 રૂપિયા હતી અને Colors Rishteyને પહેલા 1 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી.